વાદળ ફાટવાથી સિક્કિમમાં પૂર આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર સિક્કિમના લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી ગયું અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક સૈન્ય સંસ્થાઓને પણ અસર થઈ છે.સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે.
આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.ખીણમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે અને વિગતોની પુષ્ટિ કરવાના પ્રયાસો ચાલુ છે.
કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે.ત્યારે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.