મહારાષ્ટ્રની બે હૉસ્પીટલો જે એક નાડ અને બીજી છત્રપતિ સંભાજીનગરમાં આવેલી છે ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે. ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે, અને દર્દીઓથી કેટલાય શહેરોની મોટાભાગના હૉસ્પીટલો ઉભરાઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે મુંબઇમાથી એક મોટી બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં હૉસ્પીટલોની બેદરકારીથી 49 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગો ફાટી નીકળ્યા
ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ઋતુ અંતિમ તબક્કામાં છે, અને ઠેર ઠેર પડેલા વરસાદના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઇફૉઇડના કેસોમાં સતત વધારો નોંધાતા એએમસી તંત્ર હરકતમાં આવી ગયુ છે, અને દવાનો છંટકાવ અને ફૉગિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬ કેસો અને મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રની બે હૉસ્પીટલો, જે એક નાડ અને બીજી છત્રપતિ સંભાજીનગરમાં આવેલી છે, જ્યાં દવાઓની અછત સર્જાઇ હતી, જેના કારણે 48 કલાકમાં 49 દર્દીનાં મોત થયા હતા. રિપોર્ટ પ્રમાણે, નાંડમાં 31 દર્દીઓના મોત થયા છે જ્યારે છત્રપતિ સંભાજીનગરની હૉસ્પીટલમાં 18 દર્દીઓ મોતને ભેટ્યા છે. હૉસ્પીટલની બેદરકારી એવી હતી કે, અહીં મોટા પાયે દવાઓની અછત સર્જાઇ એટલુ જ નહીં હૉસ્પીટલમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓનો પણ ભરાવો થઇ ગયો હતો. જોકે, આ ઘટનાના પડઘા સમગ્ર મહારાષ્ટ્રમાં પડ્યા છે, જે પછી રાજ્યની શિન્દે સરકાર પર વિપક્ષ સવાલો ઉઠાવીને તપાસની માંગ કરી રહી છે.
ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ
ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.
ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થઈ શકે છે. જે કારણે ડેન્ગ્યુ હેમરેજિક તાવ થઈ શકે છે અને રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.