સંયુક્ત રાષ્ટનાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ઘણા રાજ્યમાં પુરુષો કરતા મહિલાઓનું આયુષ્ય વધારે છે.અહીની મહિલાઓ પુરૂષો કરતા લગભગ 2.7 વર્ષ વધારે જીવે છે.સંયુક્ત રાષ્ટનાં યુએનનો ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે રાજસ્થાન,હરિયાણા,ગુજરાત,ઉત્તરાખંડ,કેરલ,હિમાચલ પ્રદેશ અને કેંદ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મિરમાં,60 વર્ષની મહિલાઓનુ આયુષ્ય 20વર્ષથી વધારે હોય છે. આ રિપોર્ટ વર્તમાન વૃદ્ધ વસ્તી અને તેમની સામાજિક – આર્થિક સ્થિતિ પ્રકાશ પાડે છે.
રિપોર્ટ અનુસાર ,60 વર્ષની ઉંમરે ભારતમાં વ્યક્તિ 18.3 વર્ષ વધુ જીવવાની આશા રાખે છે જે મહિલાઓના કિસ્સામાં 19 વર્ષ અને પુરૂષો 17.5 વર્ષ છે. જેમ કે 60 વર્ષ ઉંમરે સ્ત્રીઓ પુરૂષો કરતાં લગભગ દોઢ વર્ષ વધુ જીવી શકે છે. રિપોર્ટમાં અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી બમણી થઈ શકે છે,કુલ વસ્તીના 20 ટકા સુધી વૃદ્ધોની સંખ્યા થઈ જશે.હાલમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની વસ્તી વસ્તીના 13.9 ટકા છે અને 2050 સુધીમાં આ આંકડો વધીને 2.1 બિલિયન હોવાની ધારણા છે જે વિશ્વની કુલ વસ્તીના 22% હશે.
2022માં 60 વર્ષથી વધુ ઉંમરના 14.9 કરોડ લોકો છે,જે દેશની વસ્તીના લગભગ 10.5% લોકો છે.રિપોર્ટમાં જણાવવા આવ્યું છે કે 2050 સુધીમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધીને 20.8 ટકા થઈ જશે અને કુલ સંખ્યા 34.7 કરોડ થઈ જશે