મુંબઈના ગોરેગાંવમાં ગત રાત્રે એક બિલ્ડિંગમાં એકાએક ભીષણ આગ લાગી જેના કારણે 46 લોકો દાઝી ગયા છે અને 6 લોકોના મોત થયા છે.આગની આ ઘટનામાં 4 કાર અને 30 બાઇક બળીને રાખ થઇ હતી.
વિગત જોઈએ તો રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આ આગને કારણે 6 લોકોના મોત થયા છે અને 46 લોકો ઘાયલ થયા છે.બે ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તો ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
હાલ કુલીંગની કામગીરી ચાલી રહી છે.સ્થાનિક લોકો અનુસાર,બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું,જેમાં આગ લાગી હોવી જોઈએ અને થોડી જ વારમાં તેણે આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળને લપેટમાં લઈ લીધું.જો કે પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.