મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વાર્ધ બેઠક કડીમાં નવી દિલ્હી ખાતે રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા મળ્યા હતા.ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ ધોલેરા ભીમનાથ, અમદાવાદ ધોલેરા,હજીરા સુરત,આબુ અંબાજી તારંગા વગેરેમાં પ્રગતિ ડીપીઆર અને ટેન્ડર સંદર્ભમાં ચર્ચા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર સાથે જુદા જુદા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઇ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.