સિક્કિમમાં પૂર અને વિનાશ બાદ નદીના કિનારે વિસ્ફોટકો સતત મળી રહ્યા છે.તિસ્તા નદીના કિનારે વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે. નદીના કિનારે વધુ દારૂગોળો મળવાની શક્યતા છે.પહેલા તબાહી પછી સિક્કિમમાં વિસ્ફોટ, મોર્ટાર શેલ ઉપાડવાના પ્રયાસમાં 5ના મોત થયા છે.મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.નદીની નજીક રહેતા લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.