ગુજરાતમાં મોટાપાયે નવરાત્રિ દરમિયાન ગરબાના કાર્યક્રમ યોજાવાના છે અને લવ જેહાદની ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે અનાવશ્યક અને વિધર્મી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધની માગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગરબામાં પ્રવેશ લેવા માગતા હોય તેમના આધાર કાર્ડ જોઇને પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.
વિહિપના કેન્દ્રીય સંયુક્ત મંત્રી સુરેન્દ્ર જૈને અમદાવાદ ખાતે જણાવ્યું છે કે, તાજેતરના સમયમાં ગુજરાતમાં વડોદરા, ખંભાત, હિંમતનગર અને નર્મદા જિલ્લા વિગેરેમાં શૌર્ય જાગરણ યાત્રા કે હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમો ઉપર પથ્થરમારાની ઘટનાઓ વધી છે. સુરતમાં પૈસા લઇને હિન્દુ યુવતી સાથે લગ્નની ઘટના અન્ય ધર્મના લોકો દ્વારા કરાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. તે સમગ્ર ગેંગને પકડવી જરૂરી છે. ધર્માતરણ અને લવ જેહાદ સામે કડક કાયદા છતાં આવી ઘટનાઓ છતાં કેટલાક તત્ત્વોને ડર નથી તે ચિંતાજનક છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે પડકારજનક છે. જે હિન્દુ સમાજ હવે સહન નહીં કરે.
નવરાત્રિના તહેવારોનો ઉલ્લેખ કરતા જૈને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષમાં જેહાદીઓ દ્વારા ગરબામાં ઘૂસીને હિન્દુ યુવતીઓને ફસાવવાની ઘટનાઓ બનેલી છે. તેનું પુનરાવર્તન રોકવા તેવા લોકોનો પ્રવેશ રોકવો જરૂરી છે. તેથી અન્ય ધર્મના લોકો અને મહિલાદ્રોહીઓથી યુવતીઓને બચાવવા માટે તેમાં આવનારાના આધાર કાર્ડ જોઇને પ્રવેશ આપવા અમારી માગણી છે. ગરબા આયોજકો, પોલીસ અને તંત્રએ આ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે