જમ્મુ-કાશ્મીરના શોપિયાના અલશીપોરા વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ અથડામણ સર્જાઈ છે.તે વચ્ચે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હોવાની માહિતી કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આપી છે.
મળતી માહિતા મુજબ શોપિયાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ મારાયા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મોરીફત મકબૂલ અને જાજીમ ફારૂક ઉર્ફે અબરાર તરીકે થઈ છે.આતંકવાદી અબરાર કાશ્મીરી પંડિત સ્વર્ગસ્થ સંજય શર્માની હત્યામાં સામેલ હોવાનું કાશ્મીરના ADGP એ જણાવ્યુ છે. તો વળી હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી હોવાનુ પણ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યુ છે.