દાહોદ જિલ્લામાં આગે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો જેથી આજનો મંગળવાર જાણે કે અમંગળ બન્યો છે.વિગતે સમગ્ર ઘટના જોઈએ તો દાહોદના અલીરાજપુર હાઇવે પર મધ્ય પ્રદેશથી દાહોદ તરફ જતા ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.રિક્ષા ઝરી ખરેલી ગામ તરફ જઈ રહી હતી ત્યારે રિક્ષાને ટ્રકે અડફેટે લીધી હતી આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળક અને મહિલા સહીત 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મૃતક શ્રમજીવીઓ રાજકોટ ખાતે રોજગારી અર્થે ગયા હતા અને તહેવાર આવતો હોય ઓટો રિક્ષામાં વતન પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક મહિલા,એક બાળક તેમજ ચાર પુરુષો સહીત 6 લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જાણ થતાં ગામ લોકોના ટોળા ઉમટ્યા.મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.