ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા આ દિવસોમાં ચર્ચામાં છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર તેનો સંબંધ લશ્કર-એ-તૈયબા અને ISIસાથે પણ છે. અર્શ દલ્લાનું પૂરું નામ અર્શદીપ સિંહ છે. અર્શ દલ્લાનો જન્મ પંજાબના મોગા જિલ્લાના ડલ્લા ગામમાં થયો હતો. તે લાંબા સમયથી કેનેડામાં રહીને તેની ગેંગ ચલાવતો હતો. NIAએ થોડા સમય પહેલા અર્શ દલ્લા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. તેના પર પંજાબમાં અનેક ગુનાહિત ઘટનાઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર અર્શ દલ્લાના નજીકના લોકો પંજાબમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.આ પહેલા પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એન્કાઉન્ટર બાદ બંનેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આ બે પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયાર અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે.
પોલીસ ટીમને ઈનપુટ મળ્યો હતો કે આ બંને બદમાશો મોડી રાત્રે પ્રગતિ મેદાન પાસેની સુરંગમાંથી પસાર થવાના છે. આ માહિતીના આધારે સ્પેશિયલ સેલની ટીમે પ્રગતિ મેદાનની સુરંગની આસપાસ ઘેરાબંધી કરી હતી. આ બંને આરોપીઓ પ્રગતિ મેદાન પાસે પહોંચતા જ પોલીસે બંનેને રોકવા માટે કહ્યું. પરંતુ પોલીસને સામે જોઈને તેઓ ભાગવા લાગ્યા હતા. આ પછી પોલીસે તેમના પર ગોળીબાર કરવો પડ્યો હતો. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ બંને બદમાશોની પૂછપરછ કરી રહી છે.પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને ગુનેગારો અર્શ દલ્લાના સંપર્કમાં હતા.