ઈઝરાયેલથી ભારતીય નાગરિકોના સ્વદેશ પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજેય હાથ ધર્યુ છે.અને તબક્કાવાર વિશેષ ફ્લાઈટ થકી ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.ત્યારે 274 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.
દિલ્હી પહોંચેલા ભારતીય નાગરિકોનું કેન્દ્રિય મંત્રી વી.કે. સિંઘે સ્વાગત કર્યું હતું.
ઈઝરાયેલથી ભારત સ્વદેશ આવેલા લોકોએ રાહતનો શ્વાસ લેતા ત્યાના ભયાવહ દ્રશ્યો અને ઘટનાઓ અંગે વાત કરી હતી.તેમજ ભારત સરકારનો આભાર વ્યક્ત કરી ઓપરેશન અજેયની પ્રશંસા કરી હતી.
ઇઝરાયલથી ભારત આવેલા પુષ્પા સિંહે કહ્યું,”પાછા આવીને ખૂબ જ સારું લાગે છે,પરંતુ સાયરન અને બોમ્બ વિસ્ફોટના અવાજો હજુ પણ ગુંજી રહ્યા છે.
“તો વળી ઇઝરાયલથી ભારત આવેલી પાઉલોમીએ કહ્યું,”છેલ્લા કેટલાક દિવસો થોડા અલગ હતા.ગઈકાલે એરપોર્ટ પર એક અલગ જ અનુભવ હતો કારણ કે ત્યાં પણ અમે સાયરનનો અવાજ સાંભળ્યો હતો.સરકારનું ઓપરેશન અજેય ભારતીયની સારી પહેલ છે.
“કેન્દ્રિય મંત્રી વી.કે.સિંઘે કહ્યું,”આ ચોથી ફ્લાઈટ છે.બીજી ફ્લાઈટ છે જે આવતીકાલે અહીં આવશે.જ્યાં સુધી રજીસ્ટ્રેશન કરાવેલા તમામ લોકોને ત્યાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી અમે ફ્લાઈટ્સ ચાલુ રાખીશું.આ ઓપરેશન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.”