વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં મહાનુભાવોની જાહેર પ્રતિમાઓ અને જાહેર સ્થળોમાં સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા.
કપડવંજ તાલુકાના આબવેલ ગામ ખાતે, મહેમદાવાદ તાલુકાના સૂંઢા ગામમાં ચોક (ભાગોળ) અને સ્કૂલમાં, ખેડા તાલુકાના પરસાતજ ગામ ખાતે, માતર તાલુકામાં બરોડા ગામમાં, નડિયાદ તાલુકાના મરીડા ગામે બોર, પંપ રૂમ અને ઉંચી ટાંકી આજુબાજુ તેમજ ગામના મેઈન રોડ તથા મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
તેમજ ખેડા જિલ્લાના સંધણા સિંચાઇ તળાવ ખાતે, ઠાસરા તાલુકાના ઢુંડી ખાતે અમૃત સરોવર તળાવની આજુ બાજુમાં, મહુધા તાલુકાના મહીસા ખાતે, મહેમદાવાદ તાલુકાના છાપરા ગામ ખાતે અમૃત સરોવર તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી.