બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે કોઈ વ્યક્તિના ઘરમાં જીસસ ક્રાઈસ્ટનો ફોટો હોવાનો અર્થ એ નથી કે એ વ્યક્તિ ઈસાઈ ધર્મ અપનાવી ગયો છે. જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણ અને જસ્ટિસ ઉર્મિલા જોશી ફાળકેની ડિવિઝન બેન્ચે 10 ઓક્ટોબરે સુનાવણી માટે આ અરજી સ્વીકારી હતી. એક 17 વર્ષની છોકરીએ સપ્ટેમ્બર 2022માં અમરાવતી જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિના નિર્ણયને પડકાર્યો હતો તેમાં તેનુ જાતિનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું.
વિજિલન્સ ઓફિસરે તેમની તપાસમાં જણાવ્યું હતું કે અરજદારના પિતા અને દાદા ખ્રિસ્તી બની ગયા છે અને તેમના ઘરમાં ઈસુ ખ્રિસ્તનો ફોટો રાખવામાં આવ્યો છે. સમિતિએ કહ્યું હતું કે તેઓ ખ્રિસ્તી બન્યા હોવાથી તેમને હવે OBC કેટેગરીમાં સામેલ કરવા જોઈએ. યુવતીએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે જીસસ ક્રાઈસ્ટની તસવીર તેને કોઈએ ભેટમાં આપી હતી અને તેણે તેને પોતાના ઘરમાં લગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે જીસસ ક્રાઈસ્ટનો ફોટો લગાવવાનો અર્થ એ છે કે તે ઘરમાં રહેનાર વ્યક્તિએ ઈસાઈ ધર્મ અપનાવ્યો છે. યુવતીના પિતા, દાદા અને નજીકના સંબંધીઓ પાસે પહેલેથી જ ‘મહાર’ જાતિનું પ્રમાણપત્ર છે. મહારાષ્ટ્રમાં મહાર જાતિ અનુસૂચિત જનજાતિ હેઠળ આવે છે.