વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી ‘નમો ભારત’ને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલ ‘નમો ભારત’નું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેન 160 કિલોમીટરની ઝડપે દોડશે અને તેની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની હશે તે 12 મિનિટમાં 17 કિલોમીટરનું અંતર કાપશે. નમો ભારત ટ્રેનના કોરિડોરની લંબાઈ 82 કિમી છે જેમાંથી 14 કિમી દિલ્હીમાં અને 68 કિમી ઉત્તર પ્રદેશમાં છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) NCRમાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે, જે દિલ્હી મેટ્રોની વિવિધ લાઇન સાથે જોડાયેલ હશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા શહેરોને પણ દિલ્હીથી જોડશે.
નમો ભારતની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક હશે
RRTS ટ્રેનો 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડશે. આ ટ્રેન 60 મિનિટમાં 100 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. 6 કોચવાળી આ ટ્રેનનો દેખાવ બિલકુલ બુલેટ ટ્રેન જેવો છે. આરઆરઆરટીએસ એ મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઝડપી અને શાંત રીતે લાંબા અંતરની મુસાફરી કરવા માગે છે.
RAPIDX ટ્રેનમાં પ્રથમ વિભાગમાં 5 સ્ટેશન
પ્રથમ વિભાગમાં, સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે રેપિડ રેલ દોડશે. આરઆરટીએસનો પ્રાથમિક વિભાગ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ છે જે 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઓપરેટિંગ ઝડપે સમગ્ર પ્રવાસને આવરી લેવા માટે ખોલવામાં આવી છે. RapidX મુસાફરો માટે ઝડપી, સલામત અને આરામદાયક પ્રાદેશિક પરિવહન સેવા સુનિશ્ચિત કરશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં બહુ-કેન્દ્રિત અને સંતુલિત વિકાસને સક્ષમ કરીને રોજગાર, વ્યવસાય અને શિક્ષણની તકો પ્રદાન કરશે.
RAPID ટ્રેનની કમાન મહિલાઓ સંભાળશે
RAPIDX ટ્રેનોના સંચાલનમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવશે અને આ ટ્રેન આધુનિક હાઈ-સ્પીડ,હાઈ-ફ્રિકવન્સી વાળી હશે. અને આ વિભાગની કામગીરીમાં પુરૂષ કર્મચારીઓ કરતાં મહિલા કર્મચારીઓ વધારે હશે. આ સિવાય સ્ટેશન કંટ્રોલ, મેનેજમેન્ટ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, ઓપરેશન કંટ્રોલ સેન્ટર, ટ્રેન એટેન્ડન્ટ વગેરેમાં પણ મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવશે.