આસો નવરાત્રી નો પૃથ્વીલોક પર એક અલગ ઉષ્મા હોય છે. માં ભવાની આકાશલોકથી ગરબે રમવા આવે છે. ગુજરાત માં નવલી નવરાત્રી નો તું મહિમા છે, જ પણ હવે તું વિદેશોમાં પણ તેનો ઉત્સાહ અનેરો જોવા મળે છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત. એવા અમદાવાદના મૂળ વતન હળવદના સોનલ રાવલ ત્રીસ વર્ષથી દુબઈમાં સ્થાયી છે. આપણા ગુજરાતની ધરોહર આપણી સંસ્કૃતિનું સાચા હૃદયથી સિંચન કરે છે.તે આપણા તહેવાર જેવા કે પતંગ ઉત્સવને પણ દુબઈની ધરા પર અનેકવાર લઈને આવ્યા છે.અને દુબઈમાં પણ ખૂબ મોટા પાયે કાઇટ ફેસ્ટિવલ કરે છે. તેમજ દર વર્ષે નવરાત્રી નું પણ આયોજન કરે છે.
દર વર્ષે સોનલ રાવલ ગરબા રાસની રમઝટ લઈને આવે છે. દુબઈમાં વસતા આપણા ખેલૈયાઓનો ઉત્સાહ વધારે છે. આ વર્ષે 18મી ઓક્ટોબર ગરબા રાસની રમઝટ સીઝન ફોર ખૂબ સારી રીતે ઉજવી લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને એમનો ઉત્સાહ જોવાનો એક અને રોજ આનંદ હતો.
અમદાવાદથી પણ જજ તરીકે ચંદનભાઈ ઠાકોર કે જેમનું 60 વર્ષથી ભરતનાટ્યમ એકેડમી છે,તે તેમના ધર્મપત્ની શ્રીમતી નિરાલીબેન સાથે જજ માટે આવેલા સાથે દુબઈમાં વસતા ચંદ્રિકાબેન ગઢવી તથા દુબઈમાં જ વસતા સોનલબેન શાહ એ પોતાની હાજરી આપીને આ ઇવેન્ટ નું મૂલ્ય વધાર્યું હતુ.