ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા કરતાં વધુ છે. રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતા લાવવાની જરૂર છે અને અમે છેલ્લા એક મહિનાથી આ અંગે કેનેડા સાથે વાત કરી રહ્યા છીએ. ભારતે 41 કેનેડિયન રાજદ્વારીઓ અને ભારતમાં તેમની સાથે રહેતા 42 લોકોને આપવામાં આવેલી રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચવાના પગલાને યોગ્ય ઠેરવ્યું છે. અને કેનેડાએ તેને એકપક્ષીય કાર્યવાહી ગણાવી અને આ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનના આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કેનેડાના આરોપોને નકારી કાઢ્યા અને નિવેદન જારી કરીને કહ્યું કે, “કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં મોટી સંખ્યામાં છે અને તેઓ સતત અમારી આંતરિક બાબતોમાં દખલ કરે છે. રાજદ્વારીઓની સમાન સંખ્યા અંગેની અમારી કાર્યવાહી વિયેના કન્વેન્શનની કલમ 11.1 અનુસાર છે. કેનેડામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે કેનેડાને કહ્યું હતું કે તે દિલ્હીમાં તેના હાઈ કમિશનમાંથી ડઝનેક કર્મચારીઓને પાછા બોલાવે, અન્યથા તેમને આપવામાં આવેલી રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે.