ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા તેને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું પણ હવે ISROએ ગગનયાન મિશનની પ્રથમ ટ્રાયલમાં ફ્લાઈટ TV-D1નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
ISRO ચીફે એસ. સોમનાથે ગગનયાનની સફળતા અંગે કહ્યું હતું કે ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ ઉપરાંત ISRO ચીફે તમામ વૈજ્ઞાનિકને શુભેચ્છા પાઠવી હતી. ISROના ગગનયાન મિશનની ફ્લાઈટ TV-D-1નું પરીક્ષણ સફળ રહ્યું હતું. ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
ISRO નું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણેઆ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.
ISRO આ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષામાં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે.આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે.ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે.મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે.આમાં એર ડ્રોપ ટેસ્ટ,પેડ એબોર્ટ ટેસ્ટ અને ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટનો સમાવેશ થાય છે.આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે.ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે.જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.