આજે આસો સુદ નવમી એટલે નવલા નોરતાની નવમી તિથી છે.આજે નવરાત્રીનું સમાપન થશે અને કાલ વિજયા દસમી એટને દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે.ગુજરાતમાં એવી પરંપરા ચાલી આવે છે કે કોઈ અષ્ટમી તો કોઈ નવમીના રોજ પોતાની કૂળદેવી અટલે કે કૂળવર્ધીની માતાજીને ભક્તિ-ભાવ અને શ્રદ્ધા સાથે નિવેદ ઘરાવી માતાજીને જમાડીને નવરાત્રીના ઉપવાસ છોડે છે.
ગુજરાતમાં ગાંધીનગરની બાજુમાં રૂપાલ નામક ગામે મા વરદાયિની માતાજીને શુદ્ઘ ઘીનો અભિષેક કરવામાં આવે છે.અને હજારો લિટર ઘીનો એક સાથે અભિષેક થતા ગામના ગલીઓમાં જાણે કે ઘીની નદી વહેતી થાય છે.આજે રાત્ર ભરાતી આ પલ્લી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.દર વર્ષે પલ્લીમાં 10 લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે.પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે,જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.
દુનિયાભરમાં પ્રખ્યાત પલ્લીનાં વધતા જતા મહત્ત્વને લઈને દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે.
વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે,આદ્યશક્તિ માં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્વિતિય સ્વરૂપ બ્રહ્મ ચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે.ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોધ દિવ્ય બાણ આપ્યું.આ બાણનો ઉપયોગ કરી લંકાના યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો.
દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદા જુદા વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.ત્યારબાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ,પાંડવો અને દ્રોપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો.