દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ એટલે NCELના લોગો,વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યા અને NCEL સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું વિતરણ કર્યું આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ પણ હાજર હતા.
સંબોધનમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું,કે”નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના ઘણા ઉદ્દેશ્યો સાથે કરવામાં આવી છે.અમારો ઉદ્દેશ્ય નિકાસમાં વધારો કરવાનો છે,ખાસ કરીને કૃષિ નિકાસ.અમારો બીજો ઉદ્દેશ્ય ખેડૂતોની સમૃદ્ધિ છે.ધ્યેય એ છે કે 2027 સુધીમાં બે કરોડ ખેડૂતો તેમની જમીનને કુદરતી જાહેર કરવામાં સફળ થશે.