દશેરાના તહેવારને લઈને રાજ્યભરમાં ફાફડા-જલેબીનું વેચાણ થતું હોય છે અને નફો વધુ મેળવવા ગુણવત્તા પર સવાલ ઊભા થતા હોય છે જેને લઈને રાજ્યનું ફૂડ વિભાગ સતર્ક થયુ છે.અને રાજ્યના વિવિધ શહેરોમાં ચેકીંગ હાથ ધરી નમૂના લેવામાં આવી રહ્યા છે.ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
આજે સવારથી જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરતા લારી અને દુકાનોમાં ફાફડા જલેબીના સેમ્પલ લઇને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અલગ અલગ અધિકારીઓની ટીમ સુરત શહેરના તમામ ઝોનમાં લારી અને દુકાન પર આપણા જલેબી નું વેચાણ થતું હોય તે જગ્યા પર આજે સવારથી જ દરોડા પાડવામાં આવ્યા છે ટીમ દ્વારા અલગ અલગ ગુણવત્તાના ફાફડાને જલેબી નું સેમ્પલો લઈ રહ્યા છે અને ખાસ કરીને ફાફડા બનાવતા તેલનું વિશેષ મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને શહેરીજનોના આરોગ્ય સાથે ખેલવાડ કરતાં ફાફડા અને જલેબીના વેપારી પર લગામ લગાવવાનો મહાનગરપાલિકા શરૂ કરી દીધું છે