વાઘ બકરી ટી ગૃપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ઉદ્યોગસાહસિક પરાગ દેસાઈનું નિધન થયું છે.સોસાયટીમાં કૂતરું પાછળ પડતા પરાગભાઈ ભાગીને પોતાના બંગલામાં જઇ રહ્યા હતા તે દરમિયાન પડી જવાથી તેમને બ્રેઇન હેમરેજ થયું હતું.તેઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પરાગ દેસાઈ પાસે 30થી વધુ વર્ષનો આંત્રપ્રિન્યોરશિપનો અનુભવ હતો.તેઓ એક પ્રખ્યાત ટી ટેસ્ટર પણ હતા અને દેસાઈ અગ્રણી ઈન્ડસ્ટ્રી પ્લેટફોર્મ જેમ કે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી CII અને અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સક્રિય હતા.તેમણે ક્રિએટિવ માર્કેટિંગ,બ્રાન્ડિંગ અને પેકેજિંગ વ્યૂહરચના અપનાવીને વિવિધ પ્રશંસા હાંસલ કરવા તરફ ગૃપને માર્ગદર્શન આપવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી,