ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ પૂર્ણ થયો નવ દિવસ દરમ્યાન ગુજરાત નવરાત્રિના ગરબાના રંગે રંગાયું હતું.જેમાં નાની વયથી લઇને મોટી વયના તમામ લોકો મનમૂકીને ગરબાને તાલે ઝૂમ્યા હતા.તેમજ નવ દિવસ સુધી સતત ગરબા રમ્યા બાદ શરદ પૂનમના ગરબાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.
ગુજરાતમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા ત્યારે આ વર્ષે શેરી ગરબાનો ટ્રેન્ડ ખૂબ જામ્યો છે.વિવિધ પાર્ટી પ્લોટમાં પણ શેરી ગરબાની થીમ પર ગરબા યોજાય.ત્યારે ગરબાની સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા કેટલીક સોસાયટીમાં અલગ અલગ પ્રોગ્રામ થાય છે. સોસાયટીના રહીશો સાથે મળીને વેશભૂષા તથા પ્રાચીન ગરબાની પધ્ધતિ સાથે ગરબા રમે છે.જેમાં ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે,ત્યારે શહેરમાં નવલાં નોરતામાં ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશયલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયા જોવા મળતા હતા.
આ ઉપરાંત જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે,તેમ તેમ ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે.જેમાં અનેક ગરબા ગ્રાઉન્ડમાં યૌવન હિલોળે ચડ્યું હતું.ખેલૈયાના અવનવા સ્ટેપે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.નવલાં નોરતામાં મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાને જોવાની મજા કઇ અલગ જ છે.જેમાં આ વખતે નવરાત્રિના જય શ્રી રામનો ટ્રેક હિટ થતો જોવા મળી રહ્યો છે.જેમાં અનેક ગરબા પ્લોટના જય શ્રીરામના ટ્રેક પર ગરબા ગાવામાં આવી રહ્યા છે.
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે.એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી.સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી.એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી મા અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે.આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.