આસો માસની દશમને દિવસે દશેરા આવે છે આ તહેવાર નવ દિવસના માતા દુર્ગાના નવરાત્રિ પછી આવતો તહેવાર છે.ત્યારપછી દિવાળી આવે છે.દશેરાના દિવસે રાવણ દહન માટે તૈયારીઓે કરવામા આવે છે.રાવણની દસ માથાવાળી પ્રતિકૃતિ ભવ્ય બનાવામા આવે છે.સાંજના સમયે આ રાવણનું દહન કરવામા આવે છે.વિજયાદશમી એક ઉત્સવ કે તહેવાર જ નથી પરંતુ કેટલીય સારી વાતોનુ પ્રતીક છે.સત્ય, સાહસ, નિઃસ્વાર્થ સહાયતા,મિત્રતા,વીરતા અને સૌથી વધારે દંભ જેવા અલગ અલગ તત્ત્વોનુ પ્રતીક છે.
અસત્ય પર સત્યનો વિજય થયો અને દરેક યુગ માટે તે એક પરંપરા બની ગઇ.તેથી દરકે વ્યકિત હંમેશા કહે છે કે સત્ય નો જ હંમેશા વિજય થાય છે.અસત્ય કે ખરાબ વ્યકિતનો નાશ થાય છે.પ્રતિભાશાળી રાવણ હોવા છતાં પણ તેનેા અભિમાન અને ખોટા દંભને કારણે ખરાબ રસ્તા પર જઇ રહેલ રાવણનો નાશ આજે પણ વિજયાદશમીના દિવસે કરવામા આવે છે.
દશેરાને વિજયાદશમીના નામે પણ ઓળખવામા આવે છે.
વિજયાદશમી ભગવાન શ્રી રામના વિજયના રૂપમાં અને દુર્ગામાતાની પૂજાના સ્વરૂપે આ શક્તિ પૂજા આરાધનાનો ઉત્સવ કહેવાય છે. દશેરા હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતિક રૂપે ઉજવતો તહેવાર છે.જે વિશ્વને એ શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યકિત ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ અસત્યના માર્ગે ચાલનાર વ્યકિતનુ પતન થાય છે.પાપનો અંત નક્કી હોય છે.તે વધારે સમય સુધી પોતાનુ વર્ચસ્વ સ્થાપિત કરી શકતો નથી.
દશેરાનો તહેવાર ઉજવીએ ત્યારે આ બોધપાઠ આપણને મળે છે.
દશેરા ભારત અન અન્ય દેશોમા પણ ધામધૂમથી ઉજવાય છે.ભારતમાં વિજયાદશમી પર્વ દેશના બધા જ રાજયોમાં ધામધૂમથી ઉજવાય છે.ભારતમાં કુલ્લુ દશેરા,મૈસૂર દશેરા,દક્ષિણ ભારત,બંગાળ જેવા રાજયોના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસો પૂર્વે કરતા હોય છે.કુલ્લુ દશેરામાં આસો મહિનાના પંદર દિવસોમા રાજા બધા દેવી દેવતાઓને ધાલપુર ઘાટીના રધુનાથજીના સમ્માનમાં યજ્ઞા કરવાનું આમંત્રણ આપે છે.
દેવી-દેવતાઓેને રંગબેરંગી પાલખીમા બેસાડવામા આવે છે.આ ઉત્સવમાં પહેલા દિવસે મનાલીની દેવી હિડંબા કુલ્લુ આવે છે બધા દેવીમાતાના આર્શીવાદ લેવા માટે આવતા હોય છે.
કુલ્લુમા વિજયાદશમીનો પર્વ રાજા જગતસિંહના સમયથી ઉજવામા આવે છે.અહીયા દશેરા વિશે એક કથા છે કે સાધુની સલાહ માનીને રાજા જગત સિંહે કુલ્લુમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરી.આ મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી. રાજા જગત સિંહ કોઇ રોગથી પીડિત હતા.સાધુએ રાજાને રોગમાંથી મુક્તિ મળે તે માટે રાજાને શ્રી રામની પ્રતિમા લાવીને તેમની પૂજા અર્ચના કરવાની સલાહ આપી હતી.
દશેરાને દિવસે શ્રી રામની યાદમાં રાવણનું દહન કરવામાં આવે છે.શ્રી રામે અસત્ય પર સત્યનો વિજય કરી બતાવ્યો હતો.શ્રી રામ અને રાવણના યુદ્ધમાં છેલ્લો દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો તે દશેરા તરીકે ઓળખાય છે.વિજયાદશમી રામકથાનુ ઉત્કર્ષ અને ચરમ છે તો ભારતવર્ષની પ્રકૃતિ અને લોકની ઉત્સવૃતિનુ ગતિમય ગીત છે.એક વિજય ગીત છે.એક જય ગાથા છે.ઉત્સવપ્રિયા પ્રતીક્ષાનો આનંદ પર્યાવસાન છે.એક સંધર્ષનો વિરામ છે.અશુભનો અંત છે.
હજારો વર્ષે પહેલા આ ભૂમિ પર માનવ ઇતિહાસની અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ઘટના બની હતી.તે અસત્યની સત્ય પર વિજયથી ગાથા બની ગઇ.રામ-રાવણ યુદ્ધ સત્ય અન અસત્ય,ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ રચ્યો જેનાથી સામાજિક સંદર્ભો પ્રભાવિત થયા તેના અંતથી મૂલ્યોને સ્થાપિત કરવામા આવ્યા.
અન્યાય, અત્યાચાર, વિઘટન, અહંકાર સંસારમા કલંક રૃપ છે.
ઇતિહાસ પુરાણમાં લખવામા આવ્યુ છે કે દરેક યુગમા દુષ્ટ રાક્ષસોએ જન્મ લીધો છે.ત્રેતા યુગમા રાવણ,કુંભકર્ણ,મેધનાદ,ખરદૂષણ,તાડકા,ત્રિશરા અને દ્રાપરમાં કંસ,પૂતના,બકાસુર વગેરે હતા. ઋષિ વિશ્વામિત્રની સાથે જઇને શ્રીરામ-લક્ષ્મણે તાડકા સુરનો નાશ કર્યો હતો.રાવણ હંમેશા પોતાના પદ,પ્રતિષ્ઠા અને અહંકારને વધારે મહત્વ આપતો હતો.નીતિ શાસ્ત્ર અને શિવનો ભક્ત કહેવાય છે. જયારે માણસ સ્વયંને સર્વેશ્રેષ્ઠ ધોષિત કરે છે ત્યારે રાવણ બનવા માટે પ્રેરિત થાય છે.
શ્રી રામ અને રાવણના યુદ્ધમાં બંને પાસે શક્તિ હતી.રાવણ પાસે અહંકાર અને પ્રતિષ્ઠાની શક્તિ તો શ્રી રામ પાસે સત્યની શક્તિ હતી.