દશેરા આમ તો સત્ય પર અસત્યના વિજયનું પ્રતીક છે પણ ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનું પર્વ છે.આ રિવાજ કેવી રીતે શરૂ થયો? દશેરાના દિવસે ગુજરાતી ઘરોમાં આસોપાલવ અને ગલગોટાના તોરણ લગાવવામાં આવે છે અને ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે.
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવા એ કોઈ આજ-કાલની વાત નથી.આ આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી ઉતરી ગયુ છે.જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી.એ સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી.આથી લોકો રામની રાવણ પર જીતને સેલિબ્રેટ કરવા આ દિવસે જલેબી ખાય છે.
હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ.આથી નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસ જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે.આથી જ દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળે છે.