મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સ્વકોએ વિજયાદશમીના તહેવાર નિમિત્તે નાગપુરમાં ‘પથ સંચલન’નું આયોજન કર્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનજી ભાગવત અને પદ્મશ્રી ગાયક શંકર મહાદેવન પણ હાજર હતા.
ગાયક-સંગીતકાર શંકર મહાદેવન મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.તો સંઘ સરચાલક મોહનજી ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં સંગઠનના સ્થાપક ડો.કેશવરા હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમની સાથે મખ્ય અતિથિ શંકર મહાદેવન પણ જોડાયા હતા.આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
નાગપુર પહોંચેલા ગાયક શંકર મહાદેવને કહ્યું,”હું દરેકને વિજયાદશમીના તહેવારની શુભેચ્છા પાઠવું છું.હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું કે મને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.હું આરએસએસના વડા મોહન ભાગવતનો આભાર માનવા માંગુ છું…મારા માટે આ એક મહાન સન્માનની વાત છે.હું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”