વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને તેમના સપના પૂરા કરવા માટે સમાન અધિકારો સાથે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે વિજયાદસમી ઉજવણી દરમિયાન સમાજમાં એક સભાને સંબોધિત કરી હતી.જેમાં તેમણે કહ્યુ કે જાતિવાદ અને પ્રાદેશિકવાદ જેવી વિકૃતિઓનો અંત લાવવાનું આહ્વાન કર્યું જે સંવાદિતાને નષ્ટ કરે છે.
વિજયના નામે શસ્ત્ર પૂજનની પરંપરા છે અને ભારતની ધરતી પર શસ્ત્ર પૂજન વર્ચસ્વ માટે નહીં પણ પોતાની ભૂમિની રક્ષા માટે છે.તો વળી આપણી શક્તિ પૂજા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે.તેમણે જણાવ્યુ કે ભારત હવે વિશ્વની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય લોકશાહી તરીકે ઉભરી રહી છે.
વડાપ્રધાને લોકોને દસ પ્રતિજ્ઞાઓ લેવા વિનંતી કરી.તેમાં ઓછામાં ઓછા એક ગરીબ પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા,સ્થાનિક લોકોને અવાજ આપવો,ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવું,પાણીની બચત કરવી,ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.