સંયુક્ત રાષ્ટ્ર પરિષદ UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપ્યો હતો.મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને તેના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે કહ્યું કે કાશ્મીરના લોકોની હાલત પણ પેલેસ્ટાઈનીઓ જેવી છે.ભારત પણ કાશ્મીરીઓનો અવાજ સાંભળી રહ્યું નથી.જેના પર ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર.રવિન્દ્રએ કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ભારત માટે કાશ્મીર પર ટિપ્પણી કરી જે ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.ભારતે સ્પષ્ટ કર્યું કે આ સવાલો જવાબ આપવા લાયક નથી અને ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલો વધારવા માંગે છે.તેઝી જ ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો છે.
આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાન વારંવાર કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરતું રહે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી સહિત મોટાભાગના ફોરમમાં દર વખતે તેમને ભારત તરફથી યોગ્ય જવાબ મળે છે.જો કે,આ વખતે સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો છે.
ભારતે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે પાકિસ્તાનના સવાલો જવાબ આપવા લાયક નથી અને ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલો વધારવા માંગે છે.