કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ક્લોલના ઇફકો ખાતે રૂપિયા 300 કરોડના નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.નેનો ના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં ગુણવતાસભર વધારો થશે તેવો શાહ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો
આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગને લીધે ખેતીના પાકોની ગુણવત્તા તેમજ નાગરિકોની હેલ્થને લઈ નવા પડકારો ઉભા થયા છે.ત્યારે ખેતી અને ખેડૂત માટે સતત ચિંતિત આપણી સરકાર દ્વારા ક્લોલના ઇફકો ખાતે નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.નેનો ડીએપી અને નેનો યુરિયાના ઉપયોગ થકી જમીનની ગુણવત્તા તેમજ વધુ પાક ઉત્પાદન થશે તેવું રિસર્ચ કહે છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું
નેનો ડીએપી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે હવે ખેડૂત દરેક મહિને ખેતર માં રહે તેવું વાતાવરણ ઉભું કરી શકાયુ અને આ 75 વર્ષ પછી શક્ય બન્યું છે.
ખેડૂતો અને કો ઓપરેટિવ સંસ્થાઓની જવાબદારી છે કે તે અનાજની જરૂરિયાત અને ઉત્પાદન વચ્ચેનું અંતર પુરૂ કરે.તેમને વધુમાં જણાવ્યું હતું કે નેનો ડીએપી અને યુરિયામાં જીરો મેટલ પાર્ટ હોય છે.તેમણે ઇફકોને આ રૂ.300 કરોડના પ્લાન્ટ નાખવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે ઇફકોએ સંપૂર્ણ ભારતીય પ્લાન્ટ નાખવાનું કામ કર્યું આ પ્લાન્ટ મેક ઇન ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.
કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નેનો ટેકનોલોજીથી છોડના પોષણ માં ખૂબ મોટું પરિવર્તન થશે આપણે ત્યાં 60 ટકા લોકો કૃષિ આધારિત જીવન નિર્વાહ કરી રહયા છે અને દેશની 60 ટકા ભૂમિમાં ખેતી થાય છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે વર્ષ 2013 અને 2014 માં 22 થી 23 હજાર કરોડનું કૃષિ બજેટ હતું.જ્યારે નરેન્દ્ર મોદીના આવ્યા પછી આ બજેટ 1 લાખ 22 હજાર કરોડ કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને અંતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ પ્લાન્ટ બદલ કેન્દ્રિય નેતૃત્વનો આભાર માન્યો હતો અને નેનો યુરિયા કે નેનો ડીએપી ખાતરના વપરાશ અને તેની ઉપયોગીતા વિશે ખેડૂતોને માહિતી આપી જેટલું શક્ય બને તેટલું નેનો ડીએપી ખાતર કે નેનો યુરિયા ખાતર ખેડૂતો વાપરે તે માટે ભાર મુક્યો હતો.આમ ખેતીમાં નેનો ડીએપી પ્લાન્ટના લોકાર્પણથી કૃષિ તેમજ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આવનાર સમયમાં આમૂલ પરિવર્તન જોવા મળશે તેમાં કોઈ બે મત નથી.