ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” અંગે પસંદગી કરવામાં આવે છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક લાખનો પુરસ્કાર અને સ્મૃતિચિહન એનાયત કરાશે.
“ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – 2023″નું આયોજન તારીખ 29 ઓક્ટોબર, 2023ને રવિવારના રોજ સવારે સવારે 10:30 કલાકે ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને તેમના હાથે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી તથા અન્ય રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હાજર રહેશે
કાર્યક્રમ અંગે સેવ કલ્ચર સેવ ઈન્ડિયા’ ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકરે જણાવ્યું હતું કે ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે વિકૃત સામગ્રીના નિર્માતાઓ સામે સંપૂર્ણ યુદ્ધ લડવાની જરૂર છે નહીં તો જગત ગુરુ બનવાનું ભારતનું મહાન સ્વપ્ન પાટા પરથી ઉતરી શકે છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમન હોવા છતાં ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધનાં દ્રશ્યો વગેરે સતત દર્શાવવાંમાં આવે છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસાર થતાં અમુક કાર્યક્રમો માતા-પુત્ર, સસરા-વહુ, દિયર-ભાભી, શિક્ષક-વિદ્યાર્થીનાં પવિત્ર સંબંધને વ્યભિચારનાં સ્વરૂપે દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.
આ ઉપરાંત આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. દેશમાં હિંસા, વ્યભિચાર, નારી હિંસા, ઘરેલુ હિંસા, યૌન શોષણ, તલાક જેવા કિસ્સાઓમાં વધારો થયો છે તેના માટે ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસારિત થતી અશ્લીલતા – અભદ્ર અને વિકૃત સામગ્રી જવાબદાર છે. જ્યાં નારીને પૂજવાની વાત કરવામાં આવે છે ત્યાં વ્યભિચાર દર્શાવીને તેનું ઓટીટી દ્વારા અપમાન કરવામાં આવે છે.