ICMR Study On Post Covid Impact: મળતી માહિતી મુજબ જેઓ એક કરતા વધુ વખત કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા તેમાંથી 6.5% મૃત્યુ પામ્યા હતા. પરંતુ, જેઓ કોરોનામાંથી સાજા થયા છે તેમનામાં રિકવરીની ગતિ એકદમ ઝડપી રહી છે. કોરોનામાંથી રીકવર થયેલ લોકો હવે સરળતાથી હરી ફરી શકે છે. સમસ્યા માત્ર એ લોકોને જ છે જેઓ પહેલાથી જ કોરોના સિવાય અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા. આ ડેટા મેળવવા માટે ICMRએ અભ્યાસમાં 14 હજારથી વધુ કોરોના દર્દીઓનો સમાવેશ કર્યો હતો. જ્યારે આ દર્દીઓને કોરોના થયો ત્યારે તેમની તેના પર ગંભીર અસર થઈ. આવા દર્દીઓને ભારે કામ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી હતી. ખાસ કરીને એવા કાર્યો જેમાં હૃદયના ધબકારા વધે છે. આ રીપોર્ટ આવતા તે સ્પષ્ટ થઈ ગયું છે કે જે લોકોને કોરોના હતો અને તેઓ સ્વસ્થ થયા છે. માત્ર એવા લોકોએ જેમને અન્ય ગંભીર રોગો છે તેઓએ ભારે કસરત ટાળવી જોઈએ.