પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મોટી યોજના છે જેના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતને દર 4 મહિને 2,000-2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી મોદી સરકાર દ્વારા ખેડૂતોને 14 હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે નવેમ્બરમાં 15મો હપ્તો જાહેર થવાનો છે. સ્કીમના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઇ, બીજો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ સુધી આપવામાં આવે છે આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે દિવાળી પછી 2000-2000 રૂપિયા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો મોકલવામાં આવશે.
15મા હપ્તા પહેલા સરકારે યોજનાના લાભાર્થીઓની અંતિમ યાદી બહાર પાડી છે જે ખેડૂતોએ યોજનાના 15મા હપ્તાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી તેઓ પ્રધાનમંત્રી કિસાન યોજનાના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર જઈને તેમના નામ ચકાસી શકે છે. એવી સંભાવના છે કે દિવાળી પછી 30મી નવેમ્બર પહેલા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયાનો આગામી હપ્તો મોકલવામાં આવે. જો કે, અંતિમ તારીખ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે 15મા હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે eKYC, જમીન ચકાસણી અને આધાર લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જો તમે આ પૂર્ણ નહીં કરો, તો તમારા હપ્તા અટકી જવાની ખાતરી છે. પ્રધાનમંત્રી કિસાન યોજના સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં, ખેડૂતો ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પ્રધાનમંત્રી કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર – 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 દ્વારા સંપર્ક કરી શકો છો.
આ ખેડૂતોને લાભ નહીં મળે
જો તેમના પરિવારમાં કોઈ ટેક્સ ચૂકવે છે તો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
જો પતિ કે પત્ની બંનેમાંથી કોઈએ ગયા વર્ષે ઈન્કમટેક્સ ભર્યો હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.
જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના હેતુને બદલે અન્ય હેતુઓ માટે કરતા હોય અથવા અન્યના ખેતરમાં ખેતીકામ કરતા હોય, પરંતુ ખેતરના માલિક ન હોય, તેઓને પણ લાભ મળશે નહીં.
જો કોઈ ખેડૂત ખેતી કરતો હોય, પરંતુ તેના નામે ખેતર ન હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત્ત થયો છે, તો તેણે પણ આ યોજનાનો લાભ મળશે નહીં
વર્તમાન કે પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રીને પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ નહીં મળે.
પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારના સભ્યો પણ અયોગ્ય લોકોની યાદીમાં સામેલ છે.
ખેડૂત હોવા છતાં, જો કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મેળવે છે, તો તે આ યોજનાનો લાભાર્થી બની શકે નહીં.