નેપાળ ફરી એકવાર ભૂકંપની ઝપેટમાં આવી ગયો છે.શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને વિનાશ એટલો છે કે 129 લોકોના મોત થયા છે.મૃત્યુઆંક હજુ વધી શકે છે.કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નેપાળના રાષ્ટ્રીય ધરતીકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો જેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું.ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી.ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતના પડોશી દેશ નેપાળમાં મધ્યરાત્રિએ 6.4ની તિવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો.તેની અસર છેક દિલ્હી,NCR જોવા મળી હતી.તો બિહારમાં પણ ધરા ધ્રુજતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્ર અનુસાર,ભૂકંપનું કેન્દ્ર નેપાળના જાજરકોટ જિલ્લાના લામિડાંડા વિસ્તારમાં હતું.
નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને વિનાશ એટલો છે કે 129 લોકોના મોત થયા છે.મૃત્યુઆંક હજુ વધી શકે છે.કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે શોક વ્યક્ત કર્યો છે.અને ત્રણ સુરક્ષા ટીમો કાટમાળ હટાવી બચાવ કાગીરી માટે કામે લગાડી છે.
મળતી માહિતી અનુસાર રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભૂકંપના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે.જાજરકોટ ભૂકંપમાં 92 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે.જ્યારે રુકુમ પશ્ચિમમાં 36 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થયા છે.નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી.બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.