મલ્ટીબેગર શેર આપવા અને રોકાણકારોને માર્કેટમાં સમૃદ્ધ બનાવવામાં ટાટા ગ્રુપ પાસે કોઈ જવાબ નથી. ટાટા ગ્રૂપના ઘણા શેર મલ્ટિબેગર સાબિત થતા રહ્યા છે. આ વર્ષે પણ ટાટા ગ્રુપના શેર મલ્ટિબેગર રિટર્ન સાબિત થઈ રહ્યા છે.
ટ્રેન્ટ લિમિટેડનો હાલમાં સ્ટોક આ સ્તરે
ટ્રેન્ટ શેર આ વર્ષે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. સપ્તાહના છેલ્લા દિવસે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ ટ્રેન્ટનો શેર 0.19 ટકાના વધારા સાથે રૂ. 2,194 પર હતો. ગયા સપ્તાહ દરમિયાન તેની કિંમતમાં લગભગ 5 ટકાનો વધારો થયો હતો અને એક મહિના દરમિયાન કિંમતમાં લગભગ 9 ટકાનો વધારો થયો હતો. છેલ્લા 6 મહિનામાં ટાટા ગ્રુપના ઘણા શેરની કિંમતમાં 56 ટકાથી વધુનો વધારો થયો છેલ્લા એક વર્ષમાં સ્ટોક લગભગ 45 ટકા વધ્યો છે. અને 2023ની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં ટ્રેન્ટના શેરના ભાવમાં 63.47 ટકાનો વધારો જોવા મળ્યો આ શેર વર્ષની શરૂઆત રૂ. 1,342.15ના સ્તરે થઈ હતી અને હવે રૂ. 2,200ની નજીક પહોંચી ગઈ છે.
કંપનીનું વર્તમાન મૂલ્ય
સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 2,210 રૂપિયા છે. જો આ રીતે જોવામાં આવે તો ટાટા ગ્રુપનો આ રિટેલ શેર તેના સર્વોચ્ચ સ્તરની નજીક છે. બીજી તરફ 52-સપ્તાહ દરમિયાન આ સ્ટોકનું સૌથી નીચું સ્તર રૂ. 1,155 રહ્યું છે. હાલમાં ટાટા ગ્રૂપની આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 78 હજાર કરોડ છે. ટ્રેન્ટ લિમિટેડની શરૂઆત 1998માં થઈ હતી અને આ કંપની વેસ્ટસાઇડ નામનો રિટેલ ચેઇન સ્ટોર ચલાવે છે. ત્યાર બાદ કંપની જુડિયો ફેશન રિટેલ સ્ટોર, ટ્રેન્ટ હાઈપરમાર્કેટ ગ્રોસરી અને ડેઈલી નીડ સ્ટોર વગેરેનું પણ સંચાલન કરે છે. અને જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 167 કરોડ હતો જે વાર્ષિક ધોરણે 45 ટકા અને ત્રિમાસિક ધોરણે 271 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.