રખડતા ઢોર,ટ્રાફિક અને રોડ-રસ્તા એ અમદાવાદ શહેરની કાયમી અને લોકો માટે મુશ્કેલી રૂપ સમસ્યા રહી છે.આ ત્રણ સમસ્યાઓને લઈ લોકો પરેશાન રહે છે.અને મનપા તંત્ર કાયમ આળસમાં રહે છે.
જોકે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ હવે AMC તંત્ર સક્રિય થયુ છે.અને અમદાવાદમાં પશુ નિયંત્રણ પોલીસીનો કડક અમલ શરૂ કર્યો છે.જેમાં AMC તંત્રએ પરમીટ ન મેળવાર પશુમાલિકોને અંતિમ નોટિસ પાઠવી જેમાં પશુઓને શહેરની બહાર ખસેડવા આદેશ કરવામાં આવ્યો છે.
જોકે લાયસન્સ મેળવારના પશુઓ જ શહેરમાં રહેશે.શહેરમાં અત્યારસુધી 14 પશુમાલિકોને પરવાનગી મળી છે.ત્યારે અંદાજે 20થી 22 હજાર પશુઓ શહેરની બહાર જશે.પરમીટ માટે AMCએ 1500થી વધુ ફોર્મ વિતરણ કર્યા હતા.1500 પૈકી માત્ર 210 પશુમાલિકોએ રસ દાખવ્યો હતો.