વર્લ્ડ કપ મેન્સ 2023 માં ભારતીય ટીમે વિજયકૂચ યથાવત રાખીને સતત 8 મી જીત મેળવી.રવિવારે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યુ.
ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોલકાતા ખાતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 326 રન કર્યા.જે.326 રનના જવાબમાં સાઉથ આફ્રિકાની સમગ્ર ટીમ 27.1 ઓવરમાં માત્ર 83 રન જ બનાવી શકી.ભારતે વધુ એક આસાન જીત મેળવી.સાઉથ આફ્રિકાનો એક પણ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો ન હતો.ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી.જ્યારે બેટિંગમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા.
કોહલીએ પોતાના જન્મ દિવસે જ વિરાટ રમત રમીને 49 મી સદી ફટકારી અને માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી લીધી હતી.વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમી.સચિન તેંડુલકરે 452 ઈનિંગ્સમાં 49 સદી ફટકારી હતી.તો વિરાટ કોહલીએ 277 ઈનિંગ્સમાં 49 મી સદી પૂરી કરી હતી.ત્યારે આશા છે કે વિરાટ પોતાની 50 મી સદી આ વર્લ્ડ કપમાં જ પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવશે.નોંધનિય છે કે આ સાથે જ એક દિવસીય મેચોમા સૌથી વધુ સદી ફટકારવામાં ટોપ ટેનમાં પ્રથમ ત્રણ ખેલાડી ભારતીય છે.
તો રવિન્દ્ર જાડેજાએ બેટિગ તેમજ બોલિંગમા કમાલ કરી બેટિંગમાં તે 15 બોલમાં 29 રન બનાવીને નોટઆઉટ રહ્યા.જ્યારે બોલિંગમાં 5 વિકેટ્સ લીધી હતી.જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.