ઓક્ટોબર સુધીમાં, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસમાં લગભગ 9.85 કરોડ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીમાં 3.38 કરોડથી વધુ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે. અને બજારમાં ચાલી રહેલી તેજી અને સારા વળતરને કારણે દેશમાં ડીમેટ ખાતાઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઓક્ટોબર સુધી દેશમાં 13.22 કરોડથી વધુ ડીમેટ ખાતા હતા. અને આ આંકડો છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ છે. તેમાંથી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (સીડીએસએલ)માં લગભગ 9.85 કરોડ ખાતા અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ)માં 3.38 કરોડથી વધુ ખાતા છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં ડીમેટ ખાતામાં લગભગ 2.79 કરોડનો વધારો થયો છે.
માર્ચ મહિનાથી બજારમાં ઘણી વૃદ્ધિ જોવા મળી અત્યાર સુધી મિડકેપ શેરોએ સારું વળતર આપ્યું છે. આ વર્ષે વધુ ફેરફારો જોવા મળશે કારણ કે મિડકેપ અને સ્મોલકેપ વધુ સારું વળતર આપી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો આ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. અને માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.34 ટકા અને નિફ્ટીમાં 11.24 ટકાનો વધારો થયો છે.
ભવિષ્યમાં પણ ગત વર્ષની સરખામણીમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહેશે. રોકાણકારોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. અને ડીમેટ ખાતામાં વધારાનો સીધો અર્થ એ છે કે શેરબજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે. માર્ચથી મહિનાથી રોકાણકારોને શેરૂજારમાં તેજીને કારણે સારો નફો થયો જેની અસર ડીમેટ ખાતાઓ પર પણ જોવા મળી રહી છે. અગાઉ પણ માર્કેટમાં આવેલી તેજીએ ડીમેટ ખાતા તરફ લોકોનો ઝોક વધાર્યો છે.
ડિજિટલ ક્રાંતિના કારણે કંપનીઓમાં પણ ફેરફાર થયા છે. ટેક્નોલોજીની મદદથી કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા સક્ષમ બની રહી છે. અને ડિજિટલ એપ નવા લોકોને ડીમેટ ખાતા સાથે જોડે છે. આ એપ્સના કારણે જૂની કંપનીઓએ પણ તેમની સેવાઓમાં સુધારો કરવો પડ્યો છે.