ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડોમેસ્ટિક એવિએશન માર્કેટની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના 35 એરક્રાફ્ટ આગામી ક્વાર્ટરથી ઉડાન ભરી શકશે નહીં. ઈન્ડિગો કંપનીએ કહ્યું કે એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની તરફથી એન્જિન પાવડર મેટલના મુદ્દાને કારણે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં ઈન્ડિગોના 35 એરક્રાફ્ટનું સંચાલન બંધ કરી દેવામાં આવશે.
વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 35 એરક્રાફ્ટનું ઓપરેશન બંધ થવું ઈન્ડિગો માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે આ પહેલા પણ કંપનીના 40 એરક્રાફ્ટના ઓપરેશનને અસર થઈ છે. ત્યારે એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હીટની સાથેના ઘણા મતભેદો અને એન્જિન પાવડર મેટલના મુદ્દાએ 40 એરક્રાફ્ટના સંચાલનને પહેલેથી જ વધારે અસર કરી છે. અને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 334 એરક્રાફ્ટ ઓપરેશનલ સ્થિતિમાં હતા. ત્યારે આવી સ્થિતિમાં આગામી ક્વાર્ટરમાં 35 એરક્રાફ્ટની કામગીરી બંધ થવાથી કંપનીને મોટું નુકસાન થઈ શકે છે.
પ્રેટ એન્ડ વ્હિટનીની પેરેન્ટ કંપની RTX કોર્પોરેશનને તેની તપાસમાં કેટલાક એન્જિનમાં આવી રહેલી સમસ્યાઓ વિશે જાણવા મળ્યું કે ગિયર ટર્બોફેન એન્જિન બનાવવામાં ઉપયોગમાં લેવાતા મેટલ પાવડરમાં કેટલીક ખામીઓ જોવા મળી છે તેના કારણે એન્જિનમાં પણ તિરાડ પડી શકે છે. આ ખામી સામે આવ્યા પછી આ એન્જિનવાળા ઘણા વિમાનોની ઉડાન બંધ કરી દેવામાં આવી છે. અને ઈન્ડિગોના ઘણા એરક્રાફ્ટ આમાં સામેલ છે.
ઈન્ડિગોએ જણાવ્યું કે પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનમાં સમસ્યાને કારણે કંપનીએ 2023 અને 2026 વચ્ચે વિશ્વભરમાં 600 થી 700 વિમાનોના એન્જિન બદલવા પડશે. 2023 અને 2024 વચ્ચે બે તૃતીયાંશ એન્જિન બદલવાની યોજના છે.