શાળાઓમાં શિયાળાની રજાઓ સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે સરકારે શિયાળાની રજાઓ ઘણી વહેલી જાહેર કરી કારણ કે દિલ્હી સરકારનો આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અને વધતા વાયુ પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે નવેમ્બરમાં જ શિયાળાના વેકેશનની જાહેરાત કરી છે. 9 નવોમ્બરથી 18 નવેમ્બર સુધી તમામ શાળાઓમાં શિયાળુ રજા જાહેર કરવામાં આવી છે. અને વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે 03 નવેમ્બરના રોજ શાળાઓમાં શારીરિક વર્ગો બંધ કરી દીધા હતા અને ઓનલાઈન વર્ગોમાં શિફ્ટ કર્યા હતા અને હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 18 નવેમ્બર સુધી શાળાઓ બંધ રહેશે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ છેલ્લા ઘણા દિવસોથી ‘ખતરનાક’ સ્તરે છે. અને ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 900 થી આગળ પહોંચી ગયો છે. ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વર્ગો 10 નવેમ્બર સુધી ઓનલાઈન મોડમાં ચાલતા હતા. પરંતુ તે દરમિયાન અરવિંદ કેજરીવાલે શિયાળાની રજાઓ સમય પહેલા જાહેર કરવાની સૂચનાઓ જારી કરી છે.
પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ શાળાઓને ઔપચારિક આદેશ જારી કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પ્રદૂષણના કારણે જે શાળાઓ બંધ કરવી પડી છે. તેમાં બાળકોના શિક્ષણને નુકસાન ન થાય તેથી શિયાળાની રજાઓ સાથે આ રજાઓ એડજસ્ટ કરવામાં આવી રહી છે.
અગાઉ ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ સરકારી અને પ્રાથમિક શાળાઓ બે દિવસ માટે બંધ રહેશે. શુક્રવાર અને શનિવારે (3 અને 4 નવેમ્બર) નર્સરીથી ધોરણ 5 સુધીની તમામ શાળાઓ બંધ રહી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગો ચાલુ રહ્યા હતા. હવે રવિવારે પણ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ વધુ વધી ગયું છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર 900ને પાર કરી ગયું છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના જણાવ્યા પ્રમાણે દિલ્હી-NCRને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ આશા નથી. કારણ કે જોરદાર પવન અને વરસાદથી વાયુ પ્રદૂષણથી છુટકારો મળી શકે છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી.