ખેરાળી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે જેસીબી વડે બાવળ હટાવી કામગીરીનો કરાયો પ્રારંભ જોરાવરનગરના શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત તમામ તાલુકાઓમાં થી નિ:શુલ્ક હટાવવાનું આયોજન કરાયું,કાઢી નાખવામાં આવેલ બાવલનો બાયોચાર બનાવી ખેડૂતોને પણ નિ:શુલ્ક આપવામાં આવશે,નડતરરૂપ બાવળોને હટાવી ઝાલાવાડને બાવળ મુક્ત બનાવવાનો ટ્રસ્ટનો સંકલ્પ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.