વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદમાં રમાનાર આ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ઘણા મોટા દિગ્ગજો અહીં પહોંચવાના છે. મેચ પહેલા સ્ટેડિયમને સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.
Twitter પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે. આ સાથે આખા સ્ટેડિયમમાં વિવિધ જગ્યાએ મોટા સ્પીકર લગાવવામાં આવ્યા છે જેમાં મેચ દરમિયાન ગીતો વગાડવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ 32 હજાર લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકે છે. મેચ દરમિયાન આ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરચક રહેશે જેને લઈને અત્યારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જણાવી દઈએ કે સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. હવે ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે.