સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં આજે પહેલાં દિવસની સંધ્યાએ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો છે. મહત્ત્વનું છે કે, આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D ઓગમેન્ટેડ રિઆલિટી ટેક્નોલોજી દ્વારા લેસર પ્રોજેક્શન મેપિંગ કરાયું છે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાન જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો કરવામાં આવી રહ્યો છે.