19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. બન્ને ટીમો હાલ અમદાવાદમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કિમન્સે અડાલજની વાવની મુલાકાત લીધી હતી.
અહીં બન્ને ટીમના કેપ્ટને હળવાશની પણો માણી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. અડાલજની વાવ ખાતે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. રોહિતના આગમનની સાથે અહીં હાજર ચાહકોએ ઈન્ડિયા… ઈન્ડિયાના નારા લગાવ્યા હતા. રોહિતની એક ઝલક જોવા માટે ચાહકોએ ભારે રાહ જોઈ હતી. ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમુના સમાન આ અડાલજની વાવને જોઈને પેટ કિમન્સ અભિભૂત થઈ ગયો હતો.