Flight Tickets: વર્લ્ડ કપ ફાઇનલ જોયા બાદ ઘરે પરત ફરવું પણ સરળ બન્યું નથી. ભારતની હારથી દુઃખી થયેલા લોકોને મોંઘા ફ્લાઇટના ભાડાનો માર પણ સહન કરવો પડ્યો.
ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો આ સાથે જ ભારતના ત્રીજા વર્લ્ડ કપની આશા રાખતા કરોડો લોકોના દિલ પણ તૂટી ગયા હતા. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં મેચ જોવા લોકોના ઘસારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ટેક્સી અને એવિએશન ઈન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો હતો. ત્યારે માંગ વધવાને કારણે એરલાઇન્સ સમૃદ્ધ બની. અને શનિવારથી ભાડામાં અનેક ગણો વધારો થયો હતો અને દેશના લગભગ તમામ મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદમાં ભાડા આસમાને પહોંચવા લાગ્યા હતા. શનિવારે દેશભરમાં લગભગ 4.6 લાખ લોકોએ હવાઈ મુસાફરીનો રેકોર્ડ પણ બનાવ્યો.
અમદાવાદથી દરેક શહેરની ફ્લાઈટ મોંઘી
વર્લ્ડ કપની ફાઈનલ પૂરી થયા બાદ હવે પરત ફરનારાઓએ પણ મોંઘી ફ્લાઈટ ટિકિટ ખરીદવી પડશે. અને અમદાવાદના અલગ-અલગ શહેરોની ઓનલાઈન ટિકિટ ચેક કર્યા બાદ દરેક જગ્યાએ ભાવ ખૂબ જ ઊંચા છે એવુ જાણવા મળ્યું. અને 20 નવેમ્બરની અમદાવાદથી દિલ્હીની ટિકિટની કિંમત લગભગ 24 થી 40 હજાર રૂપિયા છે. તેવી જ રીતે અમદાવાદથી મુંબઈની એર ટિકિટની કિંમત 25 થી 36 હજાર રૂપિયા કોલકાતાની એર ટિકિટ 38 થી 49 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એરલાઇન્સ બેંગલુરુ માટે 31 થી 51 હજાર રૂપિયા અને હૈદરાબાદ માટે 30 થી 43 હજાર રૂપિયા માંગી રહી છે.
વર્લ્ડકપ ફાઈનલ માટે અમદાવાદ એરપોર્ટે પર પણ ખાસ વ્યવસ્થા કરવાની હતી. અને બપોરે ભારતીય વાયુસેનાના એર શો માટે એરસ્પેસ 45 મિનિટ માટે બંધ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ એરક્રાફ્ટને ટેક ઓફ કે લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમજ ચાર્ટર્ડ પ્લેન માટે પણ ખાસ વ્યવસ્થા કરવી પડી લગભગ તમામ એરલાઈન્સે આ સમયગાળા દરમિયાન અમદાવાદ માટે તેમની ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કર્યો હતો. તેથી એરપોર્ટ પર રાત્રિ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી હતી. આમાં બિઝનેસ જેટ એરક્રાફ્ટ પણ સામેલ હતા. ત્યારે દેશભરમાં લગભગ 4.6 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. એક દિવસમાં પ્રવાસીઓની આ સૌથી મોટી સંખ્યા અને મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 1.61 લાખથી વધુ મુસાફરો પહોંચ્યા જે પોતાનામાં એક રેકોર્ડ છે.