UCO બેંકની IMPS સેવામાં ખામીને કારણે બેંકના 820 કરોડ રૂપિયા ફસાયા હતા. ત્યારે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. અને IDFC ફર્સ્ટ અને UCO બેંક વચ્ચેના વ્યવહારોમાં વધુ સમસ્યાઓ ઊભી થઈ.
10 થી 13 નવેમ્બરની વચ્ચે UCO બેંકની IMPS સેવા પર થયેલા હુમલામાં બેંકના લગભગ 820 કરોડ રૂપિયા ફસાયા હતા. જો કે બેંક આમાંથી માત્ર 649 કરોડ રૂપિયા વસૂલવામાં સફળ રહી હતી. ત્યાર બાદ બાકીના 149 કરોડ રૂપિયા અંગે બેંકે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. અને જાહેર ક્ષેત્રની યુકો બેંકે આ સમસ્યા અંગે કાયદા અમલીકરણ એજન્સીઓને જાણ કરી હતી. ત્યારે બેંકે તેને સાયબર એટેક ન ગણાવ્યો અને તેને ટેક્નિકલ સમસ્યા ગણાવી. આ કેસમાં ચાલી રહેલી સીબીઆઈ તપાસમાં હવે શંકાની સોય રાજસ્થાનના બે શહેરો જયપુર અને જોધપુર પર અટકી છે.
IDFC ફર્સ્ટ અને UCO બેંક વચ્ચે અનિયમિતતા
તપાસમાં જાણવા મળ્યું કે જયપુર અને જોધપુરના ઘણા બેંક ગ્રાહકોને ઘણી વખત આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અને સૌથી મોટી સમસ્યા IDFC ફર્સ્ટ બેંકના બચત ખાતામાંથી UCO બેંકમાં IMPS કરવામાં આવી હતી. આમાં IDFC ફર્સ્ટ બેંક ખાતામાંથી પૈસા ડેબિટ થયા ન હતા પરંતુ યુકો બેંકના ખાતામાં જમા થયા હતા આ ભૂલ પહેલીવાર 10 નવેમ્બરે થઈ હતી. અને પછી આ સમસ્યા ધીરે ધીરે વધી અને બેંકના 820 કરોડ રૂપિયા ફસાઈ ગયા. ત્યારબાદ બેંકે આ ખાતાઓમાંથી વ્યવહારો બંધ કરી દીધા અને પૈસા વસૂલવા કાર્યવાહી શરૂ કરી.
મેનેજમેન્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે. અમે તપાસ પર સતત નજર રાખી રહ્યા છીએ અને પ્રાથમિક તપાસમાં કેટલીક બાબતો સામે આવી છે. પરંતુ તે માનવીય ભૂલ હતી કે ટેકનિકલ સમસ્યા હતી તે ચોક્કસ કહી શકાય નહીં પણ સીબીઆઈ પોતાનું કામ કરી રહી છે.
યુકો બેંકમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને તેમની ડિજિટલ ઓપરેશન સિસ્ટમની સમીક્ષા કરવા કહ્યું છે. નાણા મંત્રાલયે બેંકોને તેમની સાયબર સુરક્ષા તપાસવા અને તેને મજબૂત કરવાની સલાહ આપી છે. ત્યાર પછી બેંકોને કડક તકેદારી રાખવા અને સાયબર ધમકીઓ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.