રેપ અને હત્યાના કેસમાં રોહતકની સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલો ગુરમીત રામ રહીમ ફરીથી જેલની બહાર આવશે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને 21 દિવસના ફર્લોની મંજૂરી કરી લેવામાં આવી છે. વર્ષ 2017માં સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધી રામ રહીમ કુલ 7 વખત જેલથી બહાર આવી ચૂક્યો છે. આ વર્ષે જન્મદિવસ અગાઉ તેને 20 જુલાઇના રોજ પેરોલ મળ્યા હતા. ત્યારે તે 30 દિવસ માટે બહાર આવ્યો હતો. આ વખત 21 દિવસ માટે બહાર આવશે. આ દરમિયાન તે ઉત્તર પ્રદેશના બાગપતમાં એક આશ્રમમાં રહેશે.
ફર્લો એક પ્રકારની રજા હોય છે, જેમાં સજા ભોગવી રહેલા કેદીને જેલથી થોડા દિવસ માટે મુક્ત કરવામાં આવે છે. ફર્લોની અવધિને કેદીની સજામાં છૂટ અને તેના અધિકાર તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે આ અધિકાર લાંબા સમય માટે સજા ભોગવી રહેલા કેદી માટે હોય છે. તેને કારણ વિના પણ આપી શકાય છે. તેનું ઉદ્દેશ્ય કેદી પોતાના પરિવાર અને સમાજને મળી શકે, પરંતુ દરેક રાજ્યમાં ફર્લોને લઈને અલગ અલગ પ્રાવધાન છે. ઉત્તર પ્રદેશમાં ફર્લોનો કોઈ નિયમ નથી.