EPFO: રોજગાર મોરચે સારા સમાચાર મળી રહ્યા છે. અને સપ્ટેમ્બર 2023માં દેશમાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓમાં વધારો થયો છે. ત્યારે ઘણા સબ્સ્ક્રાઇબર્સ સપ્ટેમ્બર 2023માં EPFOમાં જોડાયા છે.
Employment in September 2023: સંગઠિત ક્ષેત્રમાં રોજગાર સંબંધિત સારા સમાચાર છે. ત્યારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સપ્ટેમ્બર 2023માં 17.21 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. અને EPFO દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ વધી છે અને ઓગસ્ટની સરખામણીમાં તે 21,475 વધુ સભ્યો છે. તે જ સમયે સપ્ટેમ્બર 2022 ની સરખામણીમાં આ મહિને 38,262 વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડાયા છે.
યુવાનોને રોજગારી મળી રહી છે
સપ્ટેમ્બર 2023માં કુલ 8.92 લાખ નવા સભ્યો EPFOમાં જોડાયા છે. એમા જોડાયેલા સભ્યોમાં મોટાભાગના યુવાનો છે. આ મહિને જોડાનારા નવા લોકોમાંથી 58.92 ટકા 18 થી 25 વર્ષની વય જૂથના છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ થાય છે કે દેશના યુવાનોને વધુને વધુ રોજગાર મળી રહ્યો છે અને નવા પ્રવેશ કરનારાઓ મોટે ભાગે પ્રથમ વખત નોકરી કરી રહ્યા છે.
જૂન 2023 થી EPFO છોડનારા લોકોની સંખ્યામાં ઘટાડો
EPFOના ડેટા એ પણ દર્શાવે છે કે કુલ 11.93 લાખ લોકો EPFO છોડીને તેમાં ફરી જોડાયા છે. આ એવા લોકો છે જેમણે તેમની નોકરી બદલી છે. જો સપ્ટેમ્બર 2023માં EPFO છોડનારા લોકોની વાત કરીએ તો 3.64 લાખ સબસ્ક્રાઈબર્સ છે. આ મહિને નોકરી છોડનારા લોકોની સંખ્યામાં 12.17 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ આંકડા વધુ પ્રોત્સાહક છે કારણ કે આ વર્ષે જૂનથી નોકરી છોડનારા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જે રાજ્યોમાં યુવાનોને સૌથી વધુ નોકરીઓ મળી છે તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોનો કુલ હિસ્સો 57.42 ટકા છે આમાં માત્ર મહારાષ્ટ્રનો હિસ્સો 20.42 ટકા છે. ત્યારે મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો કુલ 8.92 લાખ નવા સભ્યોમાંથી 2.26 લાખ મહિલાઓ છે. જ્યારે સપ્ટેમ્બર 2023માં જોડાનાર કુલ મહિલા સબ્સ્ક્રાઇબર્સ 3.30 લાખ છે.