મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે રાજસ્થાનમાં 25 અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચના એક નિવેદન મુજબ, આ અગાઉ 6 રાજ્યો ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન 1,400 કરોડ રૂપિયા કરતા વધુની જપ્તી કરવામાં આવી હતી, જે આ રાજ્યોમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવેલી જપ્તિથી 11 ગણી વધુ હતી.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે, 5 રાજ્યો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતી વખત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બધા ઉમેદવારો અને પાર્ટીઓ માટે સમાન અવસર સુનિશ્ચિત કરવાનું ધ્યાનમાં લઈને પ્રલોભન મુક્ત ચૂંટણી પર ભાર આપ્યો હતો. આ વખત ચૂંટણી પંચે ચૂંટણી વ્યય દેખરેખ પ્રણાલી (ESMS )ના માધ્યમથી દેખરેખ પ્રક્રિયામાં ટેક્નોલોજીને પણ સામેલ કરી છે કે એક ઉત્પ્રેરક સાબિત થઈ રહી છે કેમ કે તેનાથી સારું સમન્વય અને ઇન્ટેલિજેન્સ જાણકારી શેર કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય એનફોર્સમેન્ટ એજન્સીઓની એક વિસ્તૃત શૃંખલાને એક સાથે લાવવાનું કામ કર્યું.
રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પંચ મુજબ, મિઝોરમમાં કોઈ રોકડ કે કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવ નથી, પરંતુ અધિકારીઓએ 29.82 કરોડ રૂપિયાના માદક પદાર્થ જપ્ત કર્યા. ચૂંટણી પંચે વિભિન્ન સેવાઓના 228 અધિકારીઓને વ્યય નિરીક્ષકના રૂપમાં તૈનાત કર્યા છે. સખત દેખરેખ માટે 194 વિધાનસભા ક્ષેત્રોને વ્યય સંવેદનશીલ સીટોના રૂપમાં ચિહ્નિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની માનવું છે કે જપ્તિનો આ આંકડો વધી શકે છે.