થ્રીડી ટેકનોલોજી દુનિયાભરમાં અનેક આશ્ચર્ય સર્જી રહી છે તે સમયે હવે આંધ્રપ્રદેશમાં થ્રીડી પ્રિન્ટેડ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના સીદીપેટ જિલ્લામાં આવેલા બુરુગુપલ્લીમાં આ થ્રીડી મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદ સ્થિત એક ઇન્ફ્રાટેક કંપનીએ એડીકટીવ મેન્યુફેકચરીંગના સોલ્યુશનના માધ્યમથી આ અનોખુ થ્રીડી પ્રિન્ટેડ મંદિર ત્રણ માસમાં તૈયાર કર્યું છે. જેનું નિર્માણ ત્રણ હિસ્સામાં કરવામાં આવ્યું હતું. અને 4 હજાર સ્કેવર ફૂટમાં તે બાંધવામાં આવ્યું છે અને 35.5 ફુટ ઉંચુ છે અને સ્થળ ઉપર જ સમગ્ર મંદિર તૈયાર કરાયું હતું.
ભગવાન ગણેશ માટે એક મોદક, ભગવાન શિવ માટે એક શિવાલય અને દેવી પાર્વતી માટે એક કમળ આકારનું ઘર તૈયાર થયું છે. અને મંદિરના સ્થંભ, સ્લેબ અને ફલોરીંગમાં પરંપરાગત નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ પ્રકારનું બાંધકામ માટે ફકત ભારતમાં જ નહીં દુનિયાભરમાં પ્રથમ વખત થયું છે અને તેનો કન્સેપ્ટ અપ્સપૂજા ઇન્ફાટેકએ તૈયાર કર્યો હતો. ત્યારે અગાઉ માર્ચ મહિનામાં બે કલાકમાં જ એક પ્રોટોટાઇપ બ્રીજ પણ તૈયાર કર્યો હતો. અને હવે તે વધુ મોટા નિર્માણ માટે થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરશે.