પાકના પુર્વ ક્રિકેટર તથા ભારતના વોન્ટેડ માફીયા ડોન દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાદાદ તેની અજીબ પ્રકારની હરકતો માટે જાણીતો છે અને ખાસ કરીને ભારત તથા ભારતના ક્રિકેટ અંગે તે અવારનવાર ભડકાઉ વિધાનો કરતો જ હોય છે તે સમયે સોશ્યલ મીડિયા પર તેનું એક વિધાન વાયરલ થઈ રહ્યું છે.
તેણે રામમંદિર પર એક વિવાદી વિધાન કરતા કહ્યું કે રામમંદિર બાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સારુ કામ કર્યુ છે. હવે જે હિન્દુઓ રામમંદિરના દર્શને જશે તે બહાર આવતા જ મુસલમાન બની જશે તેણે જયાં મસ્જીદ હતી ત્યાં મંદિર બનાવ્યું છે. મારૂ ઈમાન કહે છે કે જે વ્યક્તિ આ મંદિરમાં જશે તે મુસ્લીમ બનીને બહાર આવશે.
ત્યાં તેઓએ ખોટુ કામ કર્યુ છે પણ મને જ ખબર નથી કે તેઓએ શું કર્યુ છે. જો કે તેણે મોદી માટે એ પણ કહ્યું કે તેઓ ભારત માટે સારુ કામ કરી રહ્યા છે પણ આપણા માટે સારુ કર્યુ નથી. તેણે અગાઉ પાકની આર્થિક હાલત પર કહ્યું હતું કે આપણા અને ભારતમાં કોઈ ફર્ક નથી તેઓ 140 કરોડ છે તેથી બીલીયન રૂપિયા જોઈએ છે. આપણે 7 કરોડ છીએ એટલે મીલીયન જોઈએ છીએ.