વિશ્વ આખુ ભારતની શક્તિથી પરિચિત છે.ત્યારે પાકિસ્તાનનો ભૂખમરો અને બદતર હાલત પણ દુનિયાએ જોઇ લીધી છે.ત્યારે પાકિસ્તાનના નેતાઓ ભારત વિરુદ્ધ નિવેદનો કરવાથી ઉંચા નથી આવતા.ભારતના કોઈપણ નિર્ણય પર તે હંમેશા વિવાદાસ્પદ નિવેદનો આપતા અચકાતા નથી ત્યારે હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેઓ NRC વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે.
રાશિદએ વીડિયોમાં બફાટ કર્યો છે કે ભારતમાં ઓછામાં ઓછા 22 પાકિસ્તાન બનશે.તેઓ ભારત સરકાર NRC નામની સ્કીમ લાવી છે, જે મુસ્લિમો વિરુદ્ધ છે.મુસ્લિમોને ભારતના શહેરોમાં બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવ્યા છે.પાકિસ્તાન કંગાલી અને ભુખમરાના કગાર પર ઉભુ છે.તે વચ્ચે રાશિદે યુધ્ધને લઇને ઓકાત બહારની વાત કરી નાંખી છે.
શેખ રાશિદે કહ્યું કે ભારતમાં રહેતા 25 કરોડ મુસ્લિમોને સહન કરવું ભારત અથવા પીએમ મોદી માટે સરળ નથી.જો કોઈ કહે કે પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છીએ તો હા અમે છીએ.અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે આ માટે સ્માર્ટ બોમ્બ બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આવા વાહિયાત નિવેદનો આપવાની પાકિસ્તાનના નેતાઓની જુની આદત છે.પરંતુ ભારતને આ વાતથી કાંઇ જ ફરક પડતો નથી.તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના શેખ રાશિદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં દેશના ગૃહમંત્રી રહી ચૂક્યા છે.આ પહેલા પણ તે પોતાના વાહિયાત નિવેદનો આપી ચર્ચામાં રહે છે.